તત્સમ પૂર્વ પ્રત્યયો
પ્રત્યય અર્થ ઉદાહરણ
કુ ખરાબ, વિરુદ્ધાર્થ, અભાવ, અશક્યાર્થ કુપુત્ર, કુસંસ્કાર, કુછંદ
અપ ’’ ’’ અપકૃત્ય, અપમાન, અપલક્ષણ
અવ ’’ ’’ અવકૃપા, અવગણના
દુસ્, દુર, દુઃ ’’ ’’ દુષ્કર્મ, દુર્જન, દુઃસાધ્ય,
નિસ્, નિર્, નિઃ ’’ ’’ નિષ્ફળ, નિર્જન, નિઃશેષ
વિ ’’ ’’ વિસર્જન, વિકેન્દ્રિત
વિ વિશેષના અર્થમાં વિશેષ, વિજ્ઞાન, વિનય, વિવાદ
પ્ર ’’ ’’ પ્રતાપ, પ્રકોપ, પ્રકંપ,
સમ્ સહત્વ, સાથે સંયોગ, સંયમ
ઉપ ગૌણત્વનો અર્થ આપે ઉપકથા, ઉપનાયક, ઉપાધ્યક્ષ
ગુજરાતી પૂર્વપ્રત્યય
અ ખરાબ, વિરુદ્ધાર્થ, અભાવ, અશક્યાર્થ અકંપ, અબૂઝ, અભાવ, અવિવેક
અણ ’’ ’’ અણગમો, અણછાજતુ, અણઘડ
ક ’’ ’’ કજાત, કપૂત, કપાતર, કવેળા
વણ ’’ ’’ વણજોઈતુ, વણમાગ્યું, વણથંભી
સ સહત્વ, સરસ, સજોડે, સચોટ, સખેદ, સલૂણું
સ સારું સપૂત, સવેળા, સ
અ, અણ વિશેષ અણમોલ
ફારસી પૂર્વપ્રત્યય
કમ નકાર, વિરુદ્ધાર્થ, અભાવ, ઓછાપણા કમજોર, કમનસીબ
ગેર ’’ ’’ ગેરફાયદો, ગેરકાનૂની
બદ ’’ ’’ ખરાબ બદનામ, બદઈરાદો, બદનસીબ
બિન ’’ ’’ બિનઆવડત, બિનજરૂરી
બે ’’ ’’ (નહીંવત્) બેજવાબદાર, બેકાર, બેદરકાર, બેપરવા
લા ’’ ’’ સદંતર અભાવ લાપરવા, લાવારિસ, લાગીર (લગીર)
નામિક સંજ્ઞાસાધક પ્રત્યય
અ, ય ભાવવાચક સંજ્ઞા બનાવે સંજ્ઞા બનાવે ગુરુ – ગૌરવ, કુશલ - કૌશલ
અ જ્ઞાતૃવાચક વિશેષણ વૈયાકરણ,
અ, ય અપત્યાર્થ (સંતાન) વાચક રાઘવ, પાંડવ, પૌત્ર, મનુષ્ય
અ, ય સંબંધવાચક વિશેષણ શૈવ, વૈષ્ણવ, પાર્થિવ, ગ્રામ્ય
અ, ય સ્વાર્થે અંગવિસ્તાર બાંધવ, સૈન્ય,
તા વિશેષણમાંથી ભાવવાચક ગુરુતા, નમ્રતા, ઉચ્ચતા
ત્વ ’’ ’’ ગુરુત્વ, મહત્ત્વ, સહત્વ
ત્વ સંજ્ઞામાંથી ભાવવાચક સંજ્ઞા સખી, મનુષ્યત્વ,
આશ વિશેષણ પરથી ભાવવાચક સંજ્ઞા બનાવે રતાશ, ભીનાશ, નવરાશ, કુમાશ, ખટાશ
આણ ’’ ’’ લંબાણ, ધીંગાણું, પોલાણ, ઊંચાણ, ટૂંકાણ
આઈ ’’ ’’ મોટાઈ, ભલાઈ, લંબાઈ, ચોકસાઈ, પહોળાઈ
ઈ સંજ્ઞામાંથી ભાવવાચક સંજ્ઞા ખેતી, નોકરી, ભાઈબંધી,
ઈ વિશેષણમાંથી ભાવવાચક સંજ્ઞા નેકી,ખૂબી, ખુશી, હોંશિયારી, ખાનદાની
ગી ’’ ’’ બંદગી, તાજગી, રવાનગી, માંદગી, સાદગી
ગીરી ’’ ’’ ઉડાઉગીરી, દાદાગીરી, નેતાગીરી, યાદગીરી
ચી વ્યવસાય દર્શાવે તોપચી, તબલચી, ખજાનચી
ચ- કદમાં લાઘવ દર્શાવે બગીચો (બાગ), ડોલચું (ડોલ-દોલ(ફા.))
નામિક વિશેષણસાધક પરપ્રત્યય
અક સંજ્ઞા પરથી વિશેષણ બનાવે હિંસક,
ઈ ’’ ’’ કેસરી, ઝડપી, વસ્તારી, જંગલી
ઈ સ્વામિત્વવાચક વિશેષણ બનાવે જ્ઞાની, ઋણી, પંથી
ઈક સ્વામિત્વવાચક વિશેષણ બનાવે ધાર્મિક, પથિક, રસિક,
ઈક કર્તૃવાચક વિશેષણ બનાવે નૈયાયિક, વૈજ્ઞાનિક
ઈક સામાન્ય સંબંધવાચક વિશેષણ શારીરિક, વાર્ષિક, સાહિત્યિક, સામાયિક
ઈક વિશેષણ પરથી વિશેષણ બનાવે પ્રાથમિક
ઈય ’’ ’’ દ્વિતીય, તૃતીય
ઈય સંબંધવાચક વિશેષણ ભારતીય, રાષ્ટ્રીય,
ઉ ’’ ’’ શિયાળુ, ઉનાળુ
વિન્, વી સંજ્ઞા પરથી ભાવવાચક વિશેષણ માયાવી, તેજસ્વી, મનસ્વી
આળુ સ્વામિત્વવાચક વિશેષણ બનાવે દયાળુ, કૃપાળુ, છોગાળો, રૂપાળુ
ગર કર્તૃત્વવાચક – સ્વામિત્વવાચક વિશેષણ જાદુગર, ચૂડગર, કારીગર,
ખોર ’’ ’’ દગાખોર, નશાખોર, ચૂગલખોર
બાજ ’’ ’’ નખરેબાજ, કસરતબાજ, ચાલબાજ
દાર સ્વામિત્વવાચક વિશેષણ સમજદાર, પગારદાર, નાદાર, પૈસાદાર
આખ્યાતિક સંજ્ઞાસાધક પ્રત્યય
અન – અના
અણ- અણા ક્રિયાવાચક – ભાવવાચક સંજ્ઞા બનાવે વાચન, મરણ, દર્શન, વિચારણા,
’’ ’’ સાધનવાચક સંજ્ઞા બનાવે નયન, ચરણ
’’ ’’ કર્તૃવાચક સંજ્ઞા બનાવે રમણ, નંદન, મોહન
અક – ઈકા ’’ ’’ લેખક, વાચક, ચાલક, પાલક, ગાયિકા, નાયિકા
’’ ’’ ક્રિયા પરથી સંજ્ઞા બનાવે બેઠક, આવક, જાવક,
આઈ ક્રિયાવાચક સંજ્ઞા બનાવે ચડાઈ, કમાઈ, ઠગાઈ, મનાઈ
’’ ’’ ક્રિયા પરથી મહેનતાણાવાચક સંજ્ઞા ઘડાઈ, ભરાઈ, છપાઈ
આણ ક્રિયાવાચક સંજ્ઞા બનાવે લખાણ, વંચાણ, મંડાણ, વેચાણ, ખેડાણ
આમણ ક્રિયા પરથી મહેનતાણાવાચક સંજ્ઞા ઘડામણ, વીણામણ, દળામણ
’’ ’’ ક્રિયા પરથી ભાવવાચક સંજ્ઞા શિખામણ, અકળામણ, મથામણ
આવટ ’’ ’’ ફાવટ, બનાવટ, સજાવટ
તર ક્રિયા પરથી સંજ્ઞા બનાવે ભણતર, ગણતર, ચણતર, નડતર, મળતર
આખ્યાતિક વિશેષણસાધક પ્રત્યય
આઉ આખ્યાત પરથી વિશેષણ શીખાઉ, ચડાઉ, ટકાઉ, કમાઉ, કામચલાઉ
ઉ કર્તૃવાચક વિશેષણ રખડુ, ભીખમંગુ, જાણભેદુ
સ્વાર્થિક કે અંગવિસ્તારક પ્રત્યય
ક ઢોલક, દંડીકો, છૂટક, નાનકો, થોડુંક, જરાક, બાળક
ડ પાંદડી, ગામડું, એકડો, મુખડું, સીમાડો
લ નણદલ, મોરલો, મઢૂલી,
ઈય બળદિયો, વાંકડિયું, શેઠિયો, સુખિયો
ક ઢોલક, દંડીકો, છૂટક, નાનકો, થોડુંક, જરાક, બાળક
નીચેના શબ્દોમાંથી પ્રત્યયો છૂટા પાડી તેનો અર્થ આપો.
બાજીગર, વિજ્ઞાન, હતાશા, કુપુત્ર, ઓળખાણ, ગાવલડી, દુર્બુદ્ધિ, સપૂત, ગેરહાજર, નણદલ, વિધવા, રતાશ, ફોજદાર, સૌંદર્ય, માણસાઈ, સમભાવ, કપૂત, કમજોર, સુંદરતા, ખટાશ, બંદગી, દાદાગીરી, માયાળુ, ટકાઉ, ગામડું, લંબાણ, કુસંગ, દુઃસાધ્ય, સંવાદ, વણલોભી, કપાતર, ગેરકાનૂન, દુશ્મનાવટ, માંદગી, બાળક, દગાખોર, ઘડાઈ, કરૂણાળુ, કવેળા, પ્રતાપ, પરદેશ, મરણ, બિનકુશળ, માયાવી, ગણના, વણપૂછી, મોટાપણું, ઉદારતા, ગુરુત્વ, રમણીય, લેખન, અપલક્ષણ, મંડાણ, ભજન, ઉપકથા, ગેરવાજબી, અણસમજુ, કજોડુ, મધ્યકાલીન, રાઘવ, ભોગી, દાસત્વ, અપકૃત્ય, દુકાનદાર, ઉપમંત્રી, ખજાનચી, વાચક, સુદીર્ઘ, પ્રકંપ, ગેરફાયદો, રાજકીય, મોહન, કુવિચાર, ઉપડામણી, તોપચી, ગાંગેય, બદનામ, પોપટિયું, કજાત, ગાયક, ઢોલક, બદચલન, મહત્તમ, ચોખવટ, મશાલચી, કુછંદ, વણમાગી, વંદનીય, લાઘવ, અનામી, શારીરિક, આવક, વિધવા, નિષ્પત્તિ,બદમાશ (માશ-રહેણીકરણી), મનાઈ, નીચાણ, લઘુતા, જાદુગર, લાડલી, ભારતીય, સૌંદર્ય, રતાશ, નમ્રતા, પ્રાર્થના, ચાળણ
Wednesday, August 5, 2009
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment